ન કર બરબાદ ઘર મારું, ભલા સય્યાદ, રે'વા દે,
બચેલા તણખલા માળા મહીં આબાદ રેવા દે.
છે તારી યાદથી આબાદ દિલનો બાગ આ મારો,
ભલે ના આવ તું કિન્તુ દિલે તુજ યાદ રે'વા દે.
થયો બેહોશ, તેને હોશમાં લાવીને શું કરશે?
બિચારાના દિલે તારો પ્રણય-ઉન્માદ રે'વા દે.
કર્યા પાગલ ઘણાને રૂપથી આંજી મહોબ્બતમાં,
ભલા થઈને હવે શાણો જગે એકાદ રે'વા દે.
હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ',
મરણ થાતાં કરી માતમ નકામી યાદ રે'વા દે.
na kar barbad ghar marun, bhala sayyad, rewa de,
bachela tanakhla mala mahin abad rewa de
chhe tari yadthi abad dilno bag aa maro,
bhale na aaw tun kintu dile tuj yaad rewa de
thayo behosh, tene hoshman lawine shun karshe?
bicharana dile taro prnay unmad rewa de
karya pagal ghanane rupthi aanji mahobbatman,
bhala thaine hwe shano jage ekad rewa de
hato jiwant tyare kani khabar lidhi nathi ‘bebas,
maran thatan kari matam nakami yaad rewa de

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 159)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4