pranayman aam mara par aa kai daiwi kripa thai gai - Ghazals | RekhtaGujarati

પ્રણયમાં આમ મારા પર આ કઈ દૈવી કૃપા થઈ ગઈ

pranayman aam mara par aa kai daiwi kripa thai gai

જયશ્રી મરચન્ટ જયશ્રી મરચન્ટ
પ્રણયમાં આમ મારા પર આ કઈ દૈવી કૃપા થઈ ગઈ
જયશ્રી મરચન્ટ

પ્રણયમાં આમ મારા પર કઈ દૈવી કૃપા થઈ ગઈ?

કે વાણીથી વહી ગઈ કવિતાઓ ઋચા થઈ ગઈ!

અહીં લીધું છે શું કોનું, શું કોને આપવું પાછું?

હિસાબો રાખવામાં જો જીવનની શી દશા થઈ ગઈ!

હતી નિશ્વિંત કે ક્યાંયે ન’તા અણસાર આંધીના

ઘરેથી નીકળી શું, ધૂંધળી સઘળી દિશા થઈ ગઈ!

પ્રણયની તરસના દાખલા, કોને છે સમજાયાં?

તરસ છીપાઈને પણ બેવડાયેલી તૃષા થઈ ગઈ!

ક્યાં એને આવડે પણ છે કે દુઃખોને સહેલાવે?

દરદ દેતાં રહ્યાં એમાં દરદની સુશ્રૂષા થઈ ગઈ!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ