payano paththar - Ghazals | RekhtaGujarati

પાયાનો પથ્થર

payano paththar

કૃષ્ણ દવે કૃષ્ણ દવે
પાયાનો પથ્થર
કૃષ્ણ દવે

પડખુંયે ફરવાનો હક છીનવી લેવાયો

ત્યાર પછી હું પાયાનો પથ્થર કહેવાયો

જાત પીસવા જાત જોતરી ચાલ્યા કરવું

કોઠે પડતું ગયું બધું ને હું ટેવાયો

કોણ રમે બાળક જેવું? કોના હાથે?

વારે વારે લખી લખીને હું છેકાયો.

એક આવરણ સતત રહે છે ચારે બાજુ

ના માળો, ના હૂંફ, હજુયે ક્યાં સેવાયો?

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007