ગઝલમાંથી સાંપડશે મારી પિછાણ,
ધુમાડાથી તું મૂળ અગ્નિને જાણ!
રમ્યા'તા કદી કોડીથી એટલે,
હવે સાતે દરિયાઓ માગે છે દાણ.
ઊંટો તારી અટકળનાં એમાં ડૂબે,
છે મારાં આ આંસુનું એવું ઊંડાણ.
ઊડે નભમાં તારાં સ્મરણના પતંગ,
છે. મારી ઉદાસીની આ ઉત્તરાણ.
ન દર્પણમાં ઘર કોઈ બાંધી શકે,
થઈ ના શકે જળની ઉપર લખાણ.
હું માણસ છું - એ મારી ઓળખ હતી,
હું પથ્થર છું - એ મારી આજે પિછાણ.
gajhalmanthi sampaDshe mari pichhan,
dhumaDathi tun mool agnine jaan!
ramyata kadi koDithi etle,
hwe sate dariyao mage chhe dan
unto tari atakalnan eman Dube,
chhe maran aa ansunun ewun unDan
uDe nabhman taran smaranna patang,
chhe mari udasini aa uttran
na darpanman ghar koi bandhi shake,
thai na shake jalni upar lakhan
hun manas chhun e mari olakh hati,
hun paththar chhun e mari aaje pichhan
gajhalmanthi sampaDshe mari pichhan,
dhumaDathi tun mool agnine jaan!
ramyata kadi koDithi etle,
hwe sate dariyao mage chhe dan
unto tari atakalnan eman Dube,
chhe maran aa ansunun ewun unDan
uDe nabhman taran smaranna patang,
chhe mari udasini aa uttran
na darpanman ghar koi bandhi shake,
thai na shake jalni upar lakhan
hun manas chhun e mari olakh hati,
hun paththar chhun e mari aaje pichhan
સ્રોત
- પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1995