mare mate ek paththar pan e na aagho kare - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે

mare mate ek paththar pan e na aagho kare

હેમંત ધોરડા હેમંત ધોરડા
મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
હેમંત ધોરડા

મારે માટે એક પથ્થર પણ ના આઘો કરે

જો ચાહે તો જળ વચ્ચેથી પણ રસ્તો કરે

મારા ધૂસર હોઠ પર આંખ ઠેરવતાં નથી

એક નજર નાખે તો પટ રેતનો લીલો કરે

મારે માટે દાઝવાનું ચાંદની રાતોમાં પણ

એના શિર પર તો હવા પણ તાપમાં છાંયો કરે

એની સાથે હું શું બસ મારો સરવાળો કરું

મારી સાથે કદી તો એનો સરવાળો કરે

રાતદિન શું આમ રહેવાનું છે ખાબડખૂબડ

મારે માટે શું કદી પાલવ ના સરખો કરે

સ્રોત

  • પુસ્તક : માત્ર ઝાંખી (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013