jem palkawe e pampan aapne palkaiye - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ

jem palkawe e pampan aapne palkaiye

હેમંત ધોરડા હેમંત ધોરડા
જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ
હેમંત ધોરડા

જેમ પલકાવે પાંપણ આપણે પલકાઈએ

આપણે એથી વધુ આપણને શું સમજાઈએ.

લખે કે ના લખે આપણને વહેતા જળ ઉપર

જેટલું વાંચે એને એટલું વંચાઈએ.

એને ખળખળવું હો તો પથ્થરમાં પણ ખળખળે

આપણે જળમાંય એના ભીંજવ્યા ભીંજાઈએ.

એની મરજી હોય તો સરીએ પાન પરથી ઓસ જેમ

સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ.

રંગ કે ફોરમ કે કુમળાશની વાત નથી

એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ.

સ્રોત

  • પુસ્તક : અણસાર કેવળ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2000