paDakhun pharyun talaw - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પડખું ફર્યું તળાવ

paDakhun pharyun talaw

અશોક ચાવડા 'બેદિલ' અશોક ચાવડા 'બેદિલ'
પડખું ફર્યું તળાવ
અશોક ચાવડા 'બેદિલ'

એકાદ પથ્થર ફેંકતાં ઝબકી ડર્યું તળાવ;

મારી સાથે રીતે બસ વિસ્તર્યું તળાવ.

પ્હેલાંની જેવાં ક્યાંય પણ સંવેદનો નથી,

ભરવું હવે શી રીત ખાલી કર્યું તળાવ?

એણે કહ્યું : 'મારાં વગર ફાવી ગયું કે કેમ?',

ઉત્તરમાં મારી આંખમાં પડખું ફર્યું તળાવ.

ભીનો રહું છું આમ ને કોરોકટાક આમ,

હોવાપણામાં હોય છે હમણાં નર્યું તળાવ.

બે-ચાર મુઠ્ઠી ધૂળની નાખી છે મેં 'અશોક',

નહિતર હજી અકબંધ છે 'બે-દિલ' ભર્યું તળાવ.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.