રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએમ ના સમજો નયન સધ્ધર નથી,
રાહ જોવાની હવે ઉંમર નથી!
એમને પણ એ કરે છે દંડવત્
જેમના પ્રત્યે કશો આદર નથી.
દ્વાર સુંદર જોઈને ઈર્ષ્યા ન કર,
એના દરવાજાની પાછળ ઘર નથી!
લોહી પડછાયાઓનું ઊકળી ઊઠ્યું,
વાદળે પૂછ્યું, ‘સૂરજ કાયર નથી?’
એ ગમે ત્યારે ગબડવાનો જ છે,
એના રસ્તામાં કોઈ ઠોકર નથી.
હું તો આ સમજણથી માલામાલ છું,
છે બધું પણ આપણી ખાતર નથી.
કેટલું વાતાવરણ પાવન છે ‘હર્ષ’,
આ નગરમાં સંત-પેગમ્બર નથી!
em na samjo nayan sadhdhar nathi,
rah jowani hwe unmar nathi!
emne pan e kare chhe danDwat
jemna pratye kasho aadar nathi
dwar sundar joine irshya na kar,
ena darwajani pachhal ghar nathi!
lohi paDchhayaonun ukli uthyun,
wadle puchhyun, ‘suraj kayar nathi?’
e game tyare gabaDwano ja chhe,
ena rastaman koi thokar nathi
hun to aa samajanthi malamal chhun,
chhe badhun pan aapni khatar nathi
ketalun watawran pawan chhe ‘harsh’,
a nagarman sant pegambar nathi!
em na samjo nayan sadhdhar nathi,
rah jowani hwe unmar nathi!
emne pan e kare chhe danDwat
jemna pratye kasho aadar nathi
dwar sundar joine irshya na kar,
ena darwajani pachhal ghar nathi!
lohi paDchhayaonun ukli uthyun,
wadle puchhyun, ‘suraj kayar nathi?’
e game tyare gabaDwano ja chhe,
ena rastaman koi thokar nathi
hun to aa samajanthi malamal chhun,
chhe badhun pan aapni khatar nathi
ketalun watawran pawan chhe ‘harsh’,
a nagarman sant pegambar nathi!
સ્રોત
- પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2015