રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનયન પર ગઝલો
આંખ. જેના વડે આપણે જોઈ
શકીએ છીએ એ શરીરનું અંગ. આસપાસની સૃષ્ટિ સમજવા – પારખવા આપણને જે પાંચ ઇન્દ્રિય મળી છે, એમાંની એક ઇન્દ્રિય – દૃષ્ટિ. સ્વાભાવિક છે કે નયનનું કામ અગત્યનું છે અને આપણા જીવનમાં મુખ્ય સ્થાન છે. નયન વડે જોવા ઉપરાંત ઘણું સૂચવી શકાય છે. એ રીતે એ સંવાદનું પણ કામ કરે છે અને આપણી લાગણીઓનું દર્પણ પણ છે. સ્નેહભાવ, આનંદ, ભય, આશ્ચર્ય, શંકા જેવા વિવિધ ભાવ નયન વડે પ્રગટ થતાં હોય છે. પ્રેમકથાઓ નાયિકના નયનના સૌંદર્ય પર ફિદા થતી રહી છે. નાયકો આંખ વડે ક્રોધ, પ્રેમ અને બીજા અનેક ભાવ પ્રગટ કરતાં રહે છે. માટે સાહિત્યમાં નજર નાખો ત્યાં નયન જડી આવશે. (વધુ માહિતી માટે જુઓ : નજર)