na kashunya kahyun ane nam liyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન કશુંય કહ્યું અને નામ લિયો.

na kashunya kahyun ane nam liyo

હેમંત ધોરડા હેમંત ધોરડા
ન કશુંય કહ્યું અને નામ લિયો.
હેમંત ધોરડા

કશુંય કહ્યું અને નામ લિયો.

અપલક બહુ મૌનથી કામ લિયો.

ઝુકાવી નજર તો ઉઠાવી નયન

લિયો મને આમ તો આમ લિયો.

ઝગે ઓસ ઉજાસમાં જેમ સકળ

મને એક નજરમાં તમામ લિયો.

કળી ખીલતાં જેટલો શોર કરે

લિયો એટલા શોરે સલામ લિયો.

અડે જેમ ત્વચાને શિયાળુ કિરણ

મને ચુપ બહુ ચાપ મુદામ લિયો.

સ્રોત

  • પુસ્તક : અણસાર કેવળ (પૃષ્ઠ ક્રમાંક 01)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2000