namaje namaje - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નમાજે નમાજે

namaje namaje

મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી
નમાજે નમાજે
મનુભાઈ ત્રિવેદી

જુદી જિંદગી છે મિજાજે મિજાજે;

જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક સમંદર, થયું એટલે શું?

જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક અંતરથી વહેતા;

છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર;

છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,

છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ;

જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ ‘ગાફિલ' હજીયે છો ગાફિલ ?

જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004