e nagar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નગર, મકાન ભૂલી જા

જેશની દાસતાન ભૂલી જા

ક્યાં સજાવટ હવે સાફાની

હા, હતી આનબાન, ભૂલી જા

હોય વખ તો, ધરબ પાતાળે

હોય ના વથનાં દાન, ભૂલી જા

ચંદ્ર શું, સૂર્ય પણ થયો છે ગુમ

ઊજળું આસમાન ભૂલી જા

હાથ છે, હામ છે, હિફાઝત છે

છે કોઈ પાસબાન, ભૂલી જા

જાન છે તો જહાન છે ‘દીપક’

જે થયું મ્હેરબાન, ભૂલી જા

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007