kalminDh aa maunne kakkawje - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળમીંઢ આ મૌનને કક્કાવજે

kalminDh aa maunne kakkawje

અદમ ટંકારવી અદમ ટંકારવી
કાળમીંઢ આ મૌનને કક્કાવજે
અદમ ટંકારવી

કાળમીંઢ મૌનને કક્કાવજે

સુન્ન શબ્દાતીતને શબ્દાવજે

ભીંત બારી બારણાં અપલક ઊભાં

સાવ સૂનું આંગણું પગલાવજે

શ્વાસ જેવું તારું સાન્નિધ્ય મળે

એક પળને રીતે હોવાવજે

નામ સરનામું હજી પણ છે

કોક વેળા લાગણી પત્રાવજે

ને પછીથી હયાતી મઘમઘે

રોમરોમ સ્પર્શથી પુષ્પાવજે

દાદ ઉર્ફે એક છાનું ડૂસકું

ગમ ગઝલમાં રીતે ગઝલાવજે

હોય તારી સાહ્યબી ચારે તરફ

ને મને તું વચ્ચોવચ દૃશ્યાવજે

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014