રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનામ પર ગઝલો
સૃષ્ટિના વિવિધ નિર્જીવ–સજીવને
ઓળખ માટે અપાયેલ સંજ્ઞા. સંસારમાં અનેક લોકો છે. કોઈ પણ કામ કે વાત કે સંદર્ભ માટે ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરવા નામ આવશ્યક છે. કોની વાત થઈ રહી છે કે કોનો ઉલ્લેખ થઈ રહ્યો છે એ સ્પષ્ટતા નામ વગર સંભવ નથી. નામની જરૂરિયાત માટે રોજિંદો અનુભવ પણ સૂચવે છે જેમાં આપણે નામ ન જાણતા હોઈએ તેવા પ્રાણી કે માણસને પણ કામચલાઉ નામ આપી વાત કરીએ છીએ, જેમકે ‘ત્યાં એક ટોપીવાળો માણસ અચાનક બોલ્યો કે...’ અથવા ‘એક કથ્થઈ રંગનો કૂતરો ભસવા માંડ્યો...’ જેવા વાક્ય આપણે બોલતા કે સાંભળતા હોઈએ છીએ. અહીં ‘ટોપીવાળો’ કે ‘કથ્થઈ’ સંજ્ઞા કામચલાઉ અપાયેલ નામ છે. જેથી રજૂઆત સ્પષ્ટ રહે કે ભીડમાં બોલનાર માણસ ચોક્કસ કોણ હતો અથવા કયો કૂતરો ભસ્યો હતો. વાર્તા–નવલકથામાં નામ પાત્રની ઓળખ અને વ્યક્તિત્વ માટે સૂચક હોય છે. કેમકે સાહિત્યકૃતિઓમાં પાત્રોના નામ જે–તે કૃતિના લેખક નક્કી કરતાં હોય છે અને પાત્રોના નામ નક્કી કરતી વેળાએ જે–તે લેખકના મનમાં પોતે લખવા ધારેલ કથામાં જે–તે પાત્રનું વ્યક્તિત્વ કેવી અસર પાડશે એનો અંદાજ હોય જ અને એ પ્રમાણે પાત્રોના નામ પડે. આ બાબતનું ખૂબ પ્રસિદ્ધ ઉદાહરણ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા છે. આ નવલકથાના પાત્રોના નામ એમના વ્યક્તિત્વનો ઇશારો આપે છે. જો કે ગુજરાતી આધુનિક સાહિત્યમાં પાત્રોના નામ અને એના વ્યક્તિત્વમાં સંબંધ હોય જ એવું નથી, બલકે એ જરૂરી પણ નથી. મોટાભાગના લેખકો એવા નામ નક્કી કરે છે જે ઓછાં જાણીતાં હોય. જેથી પાત્રનું વ્યક્તિત્વ અતિપરિચિત નામની છાપ હેઠળ ઢંકાઈ ન જાય. આપણા જીવનમાં જેમ એક સમાન નામવાળી બે જુદી જુદી વ્યક્તિઓ હોય છે એમ વાર્તા કે નવલકથામાં પણ હોઈ શકે અને એમાં લેખક સરખા નામને કારણે થઈ શકતી ગેરસમજ કથાપ્રવાહમાં વણી શકે.