mrityu pachhini wat - Ghazals | RekhtaGujarati

મૃત્યુ પછીની વાટ

mrityu pachhini wat

નઝીર ભાતરી નઝીર ભાતરી
મૃત્યુ પછીની વાટ
નઝીર ભાતરી

મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો,

મારા મરણમાં કોઈ આંસુ વહાવજો!

બાળકને એક-બેની રજૂઆત ના ગમે,

તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો.

સંપૂર્ણ કરવી હોય જો વેરાની કોઈને,

તો મુજ અભાગિયાને નયનમાં વસાવજો.

ત્યાંથી કદાચ મારે હઠી પણ જવું પડે,

મારી કશીય વાતને મનમાં લાવજો.

જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,

માન્યતાથી મારા જીવનમાં આવજો.

હું બેખબર રહું છું હવે મારા હાલથી,

કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો.

કહે છે તમારું સ્થાન નથી ક્યાંય પણ, ‘નઝીર'!

મક્તઅથી વિધાનને ખોટું ઠરાવજો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1961