mari abhantathi e pan Darya kare chhe - Ghazals | RekhtaGujarati

મારી અભાનતાથી એ પણ ડર્યા કરે છે

mari abhantathi e pan Darya kare chhe

ચંદ્રેશ મકવાણા ચંદ્રેશ મકવાણા
મારી અભાનતાથી એ પણ ડર્યા કરે છે
ચંદ્રેશ મકવાણા

મારી અભાનતાથી પણ ડર્યા કરે છે;

કાળી ડિબાંગ રાત મને કરગર્યા કરે છે.

સૂરજ ડૂબ્યા પછી પણ જો આગિયા સ્વરૂપે,

રાતોની આંખમાંથી તડકા ખર્યા કરે છે.

હોવાપણાં વિશે હું પૂછ્યા કરું છું પ્રશ્નો,

તું વાતવાતમાં શું ઇશ્વર ધર્યા કરે છે.

થઈ ગયો છે મૂળમાંથી નૌકાવિહીન દરિયો,

પાણી ઉપર હવે બસ પાણી તર્યા કરે છે.

‘નારાજ’માં કોની શ્રદ્ધા ભરાઈ ગઈ છે,

પાળિયાની આગળ-પાછળ ફર્યા કરે છે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006