કેટલા વાગ્યા હશે
ketla wagya hashe
કૈલાસ પંડિત
Kailas Pandit
કેટલા વાગ્યા હશે,
એ હજી ઊઠ્યા હશે.
ના નથી દીવાનગી,
વસ્ત્ર છે ફાડ્યા હશે.
મહેક કાં પથરાઈ ગઈ,
એ કશું બોલ્યા હશે.
આજ એ બોલ્યા નહિ,
કોઈએ ટોક્યા હશે.
મેં ગઝલ પૂરી કરી,
કેશ તેં ગૂંથ્યા હશે.
ketla wagya hashe,
e haji uthya hashe
na nathi diwangi,
wastra chhe phaDya hashe
mahek kan pathrai gai,
e kashun bolya hashe
aj e bolya nahi,
koie tokya hashe
mein gajhal puri kari,
kesh ten gunthya hashe
ketla wagya hashe,
e haji uthya hashe
na nathi diwangi,
wastra chhe phaDya hashe
mahek kan pathrai gai,
e kashun bolya hashe
aj e bolya nahi,
koie tokya hashe
mein gajhal puri kari,
kesh ten gunthya hashe
સ્રોત
- પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 97)
- સર્જક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1995