dhartina lila kagal par - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધરતીના લીલા કાગળ પર

dhartina lila kagal par

હેમેન શાહ હેમેન શાહ
ધરતીના લીલા કાગળ પર
હેમેન શાહ

કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે,

ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે!

વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે,

જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે.

આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને,

નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે!

મોસમ એવી છે કે પથ્થર પર પણ, કૂણું ઘાસ ઊગે,

જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે.

ઊભા રહીને બ્હાર, ઉકેલો પાણીના અક્ષરને,

કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે?

સ્રોત

  • પુસ્તક : કવિ પાસેથી મળેલી રચના