kagalman tari yadna kissao lakh mane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને

kagalman tari yadna kissao lakh mane

દિલીપ પરીખ દિલીપ પરીખ
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,

જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને!

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે

તારા ગલીમાં કેવા છે તડકાઓ લખ મને!

અકળાઈ જાઉં એવા અબોલા રાખ તું

તારા અક્ષરો વડે ઝઘડાઓ લખ મને!

કોઈ મને બીજા તો સહારા નહીં મળે

અમથા તારે હાથે દિલાસાઓ લખ મને!

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે

ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને!

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ 1984 (અંક 100) (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન