જો મિત્રની છે વાત તો એ નામનો રાખ્યો છે મેં
jo mitranii chhe vaat to ae naamno raakhyo chhe men
જયશ્રી મરચન્ટ
Jayshree Merchant
જો મિત્રની છે વાત તો એ નામનો રાખ્યો છે મેં
jo mitranii chhe vaat to ae naamno raakhyo chhe men
જયશ્રી મરચન્ટ
Jayshree Merchant
જયશ્રી મરચન્ટ
Jayshree Merchant
જો મિત્રની છે વાત તો એ નામનો રાખ્યો છે મેં,
આ વાત પર છે ગર્વ, દુશ્મન કામનો રાખ્યો છે મેં.
ચીઠ્ઠી મેં એની દરવખત એકાંતમાં વાંચી હતી,
ખોટો મલાજો આખેઆખા ગામનો રાખ્યો છે મેં.
ગોકુળમાં જઈને મોરને કારણ પૂછ્યું મેં મૌનનું,
એણે કહ્યું કે છેલ્લો ટહુકો શ્યામનો રાખ્યો છે મેં.
વર્તન કદી એવું નથી રાખ્યું કે એ બદનામ થાય,
પીધા પછી કાયમ ભરોસો જામનો રાખ્યો છે મેં.
આ જિંદગીની દોડમાં મળતી રહું છું હું મને,
સારું થયું, થોડો સમય આરામનો રાખ્યો છે મેં.
પૂછો નહીં કે ક્યાં સુધી ઊડ્યા જ કરવાની છું હું?
પાંખો ભરીને હા, ભરોસો, રામનો રાખ્યો છે મેં!
સ્રોત
- પુસ્તક : કવિતા : નવેમ્બર - ડિસેમ્બર ૨૦૨૪
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
