jagave ahalek chhe kon aa? - Ghazals | RekhtaGujarati

જગાવે અહાલેક છે, કોણ આ?

jagave ahalek chhe kon aa?

સિકંદર  મુલતાની સિકંદર મુલતાની
જગાવે અહાલેક છે, કોણ આ?
સિકંદર મુલતાની

હૃદયમાં જગાવે અહાલેક છે, કોણ આ?

પ્રણયમાં જગાવે અહાલેક છે, કોણ આ?

ભીતરમાં જરા પણ તમસની જગા ના રહી,

ઉદયમાં જગાવે અહાલેક છે, કોણ આ?

નહીંતર બધાં આમ કંઈ કેડ બાંધી લે,

સમયમાં જગાવે અહાલેક છે, કોણ આ?

લખાતી ગઝલ કે ગવાતી ગઝલ છે બધે,

કે લયમાં, જગાવે અહાલેક છે, કોણ આ?

નથી ડર રહ્યો મોતનો ઠામુકો પણ હવે,

વિલયમાં જગાવે અહાલેક છે, કોણ આ?

'સિકંદર' બધાં હાર સ્વીકારતાં થઈ ગયાં,

વિજયમાં જગાવે અહાલેક છે, કોણ આ?

સ્રોત

  • પુસ્તક : અખંડઆનંદ : જાન્યુઆરી ૨૦૨૦
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ