kon manshe? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ માનશે?

kon manshe?

રુસ્વા મઝલૂમી રુસ્વા મઝલૂમી
કોણ માનશે?
રુસ્વા મઝલૂમી

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?

એક મારો પણ જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,

આપનો દીવાનો હતો, કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નહીં સુરા,

એવોય ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,

ઝઘડો 'હા' ને 'ના'નો હતો, કોણ માનશે?

શરમાઈ ગયા શું? ગયું હાથથી હૃદય,

અંદાજ બલાનો હતો, કોણ માનશે?

‘રૂસ્વા' કે જે શરાબી મનાતો રહ્યો સદા,

માણસ બહુ મજાનો હતો, કોણ માનશે?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4