ankhaDiyunmanthi nikle! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંખડિયુંમાંથી નીકળે!

ankhaDiyunmanthi nikle!

સુધીર પટેલ સુધીર પટેલ
આંખડિયુંમાંથી નીકળે!
સુધીર પટેલ

દિમાગ નહિ, ના આંગળિયુંમાંથી નીકળે;

ગઝલો તો એની આંખડિયુંમાંથી નીકળે!

સીધેસીધું કૈં પૂછવાનું હોય નહિ બધું,

વાતો હદયની વાતડિયુંમાંથી નીકળે!

જોવા મળે કે ના મળે, આકાશવત સમજ;

હો ભાગ્ય તો વાદળિયુંમાંથી નીકળે!

'હુકમ' કહેતા જિન નીકળતા નથી છતાં,

ઈચ્છાયું મનની ડાબલિયુંમાંથી નીકળે!

મોંઘી જણસ ગુમાવી બેઠા પ્રેમની અમે,

ફૂકો તમે તો વાંસળિયુંમાંથી નીકળે!

સુગંધ કુંવારી ભરી લ્યો શ્વાસમાં 'સુધીર',

સાંજે હવાની પાલખિયુંમાંથી નીકળે!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ