રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
akhre tuti gaya shankana sau upwas, hash!
આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!
ભીની કેડી પર જતાં પગલાં થવાનો ભય હતો,
પણ હવે એની ઉપર ઊગી ગયું છે ઘાસ, હાશ!
સાંજના રંગને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!
જે ક્ષણો જોવી જ ન્હોતી એ ક્ષણો સામી મળી,
એ જ વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!
આંખ વરસી તો હ્રદયની ભોંય પણ ભીની થઈ.
પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!
akhre tuti gaya shankana sau upwas, hash!
mari shraddha dhime dhime leti thai gai shwas, hash!
bhini keDi par jatan paglan thawano bhay hato,
pan hwe eni upar ugi gayun chhe ghas, hash!
sanjna rangne jowaman hata tallin sau,
koi jani na shakyun ke hun hato udas, hash!
je kshno jowi ja nhoti e kshno sami mali,
e ja wakhte wijli gai, na rahyo ajwas, hash!
ankh warsi to hradayni bhonya pan bhini thai
pochi matiman hwe paDi shakashe chas, hash!

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ - જુલાઈ, 2021 (પૃષ્ઠ ક્રમાંક 13)