hoy ke nahin? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હોય કે નહીં?

hoy ke nahin?

અંબાલાલ ડાયર અંબાલાલ ડાયર
હોય કે નહીં?
અંબાલાલ ડાયર

મદહોશ જવાનીમાં રંગ હોય કે નહીં?

દીપકની ચોતરફ પતંગ હોય કે નહીં?

સૌદર્યને શું અંગ ભંગ હોય કે નહીં?

નવલા ઉમંગને તરંગ હોય કે નહી ?

જીવલેણ દંશ દૈ શકે છે જે હૃદય ઉપર;

શ્યામ-નેણમાં ભુજંગ હોય કે નહી?

ઉપચાર થાય એમ દર્દ ઉગ્રતા ધરે;

એવાય પ્રણયમાં પ્રસંગ હોય કે નહીં?

જે શબ્દની મીઠાશ કાર્ય ઝેરનું કરે;

શબ્દમાં અસહ્ય વ્યંગ હોય કે નહીં?

જેવી પડે છે થાપ નયનની હૃદય ઉપર;

એવો ધ્વનિ, મૃદંગ હોય કે નહીં!

હૃદય નથી ભૂલું પડયું અજાણ પંથમાં;

વાત જાણનાર દંગ હોય કે નહીં?

સાનિધ્ય સાંપડે ઘડીક તાઝગી ભર્યું;

“ડાયર” ને એટલો ઉમંગ હોય કે નહીં?

સ્રોત

  • પુસ્તક : અંગડાઈ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : અંબાલાલ ડાયર
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1963