hasto rahyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુક્તક

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,

ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;

મુસીબત! એટલી જિંદાદિલીને દાદ દે;

તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

ગઝલ

કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો,

જે મળ્યો આધાર આધાર પર હસતો રહ્યો;

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,

ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,

પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો;

જીવતો દાટી કબરમાં પછી રડતાં રહ્યાં,

હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચલી ગઈ,

કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો;

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,

દૂર જઈ પાંગળી વણજાર પર હસતો રહ્યો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4