gupt rakhyun chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુપ્ત રાખ્યું છે

gupt rakhyun chhe

સંજુ વાળા સંજુ વાળા
ગુપ્ત રાખ્યું છે
સંજુ વાળા

કહ્યું એથી વધારે ગુપ્ત રાખ્યું છે

બધું ઘરમાં છે, દ્વારે ગુપ્ત રાખ્યું છે

હકીકત છે ‘હ'કારે ગુપ્ત રાખ્યું છે

પ્રથમ પળથી પ્યારે ગુપ્ત રાખ્યું છે

ઘડ્યા મનમાં ને મનમાં લાખ મનસૂબા

પ્રકટ કહેવામાં ભારે ગુપ્ત રાખ્યું છે

રહસ્યો તળનાં જાણી લે છે મરજીવા

નદીએ તો કિનારે ગુપ્ત રાખ્યું છે

હવે આઠે પ્રહર ચર્ચાય છે વિગતે

અમે જે છાશવારે ગુપ્ત રાખ્યું છે

રહ્યું ના માત્ર તારા એકથી છાનું

જે સઘળું શત– હજારે ગુપ્ત રાખ્યું છે

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા – સંજુ વાળા (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020