રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
એક મારો પણ જમાનો હતો, કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો, કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નહીં સુરા,
એવોય ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝઘડો એ 'હા' ને 'ના'નો હતો, કોણ માનશે?
શરમાઈ એ ગયા શું? ગયું હાથથી હૃદય,
અંદાજ એ બલાનો હતો, કોણ માનશે?
‘રૂસ્વા' કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મજાનો હતો, કોણ માનશે?
mohtaj na kashano hato, kon manshe?
ek maro pan jamano hato, kon manshe?
Dahyo gani rahyun chhe jagat jene ajkal,
e aapno diwano hato, kon manshe?
toba karya wina kadi pito nahin sura,
ewoy bhakt chhano hato, kon manshe?
mani rahyo chhe jene jamano jiwan maran,
jhaghDo e ha ne nano hato, kon manshe?
sharmai e gaya shun? gayun haththi hriday,
andaj e balano hato, kon manshe?
‘ruswa ke je sharabi manato rahyo sada,
manas bahu majano hato, kon manshe?
mohtaj na kashano hato, kon manshe?
ek maro pan jamano hato, kon manshe?
Dahyo gani rahyun chhe jagat jene ajkal,
e aapno diwano hato, kon manshe?
toba karya wina kadi pito nahin sura,
ewoy bhakt chhano hato, kon manshe?
mani rahyo chhe jene jamano jiwan maran,
jhaghDo e ha ne nano hato, kon manshe?
sharmai e gaya shun? gayun haththi hriday,
andaj e balano hato, kon manshe?
‘ruswa ke je sharabi manato rahyo sada,
manas bahu majano hato, kon manshe?
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 208)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4