રસ્તે પડ્યા તો રણ મહીં રસ્તા પડી ગયા;
બેસી રહ્યો જે મંઝિલે, ભૂલા પડી ગયા.
લીલા લીલાશની તો સમેટી ગઈ વસંત;
અરમાન પાનપાનનાં પીળાં પડી ગયાં.
ખામોશીઓ ય ખૂબ વગોવાઈ આપણી;
વાતાવરણમાં મૌનના પડઘા પડી ગયા.
આઘાતની પડી ન હતી જીવને કશી;
ખૂંપી ગયા હૃદયમાં અને ઘા પડી ગયા.
કરવી પડી સમાજની ચર્ચા ય આપણે;
સાગરની ભાંજગડમાં કિનારા પડી ગયા.
શું આપણી તરસનું સમાધાન થઈ ગયું?
પગ કેમ આજે શોષના પાછા પડી ગયા?
આ જિંદગીનો જંગ, આ કબરો, આ વસ્તીઓ!
થોડા ઊભા રહ્યા અને થોડા પડી ગયા.
સૂરજની સાથે એટલા દોડ્યા અમે ‘ગની',
પડછાયા હાંફી હાંફીને પાછા પડી ગયા.
raste paDya to ran mahin rasta paDi gaya;
besi rahyo je manjhile, bhula paDi gaya
lila lilashni to sameti gai wasant;
arman panpannan pilan paDi gayan
khamoshio ya khoob wagowai apni;
watawaranman maunna paDgha paDi gaya
aghatni paDi na hati jiwne kashi;
khumpi gaya hridayman ane gha paDi gaya
karwi paDi samajni charcha ya apne;
sagarni bhanjagaDman kinara paDi gaya
shun aapni tarasanun samadhan thai gayun?
pag kem aaje shoshana pachha paDi gaya?
a jindgino jang, aa kabro, aa wastio!
thoDa ubha rahya ane thoDa paDi gaya
surajni sathe etla doDya ame ‘gani,
paDchhaya hamphi hamphine pachha paDi gaya
raste paDya to ran mahin rasta paDi gaya;
besi rahyo je manjhile, bhula paDi gaya
lila lilashni to sameti gai wasant;
arman panpannan pilan paDi gayan
khamoshio ya khoob wagowai apni;
watawaranman maunna paDgha paDi gaya
aghatni paDi na hati jiwne kashi;
khumpi gaya hridayman ane gha paDi gaya
karwi paDi samajni charcha ya apne;
sagarni bhanjagaDman kinara paDi gaya
shun aapni tarasanun samadhan thai gayun?
pag kem aaje shoshana pachha paDi gaya?
a jindgino jang, aa kabro, aa wastio!
thoDa ubha rahya ane thoDa paDi gaya
surajni sathe etla doDya ame ‘gani,
paDchhaya hamphi hamphine pachha paDi gaya
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : જયંત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981