bhangti ratno aa sannato - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાંગતી રાતનો આ સન્નાટો

bhangti ratno aa sannato

રશીદ મીર રશીદ મીર
ભાંગતી રાતનો આ સન્નાટો
રશીદ મીર

ભાંગતી રાતનો સન્નાટો,

ભીંતને કોઈ તો બારી આપો.

આટલી સ્તબ્ધતા હતી ક્યારે,

ઓસનો સાંભળું છું ધ્રુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,

થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે.

કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઊતરી એવી,

મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપોરે શહેરની વચ્ચે,

હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,

કેવો આપે છે મનને સધિયારો!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008