રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોત્યાગ પર ગઝલો
તજવું. અધિકારની વસ્તુ
કે દાવો જતો કરવો. સામાન્ય રીતે વહેવારમાં લોકો સ્વાસ્થયના કારણોસર ખોરાકમાં અમુક વસ્તુઓનો ત્યાગ કરે છે. જેમકે ડાયાબિટીસના દર્દી સાકર તજે છે કે વધુ વજનવાળા ઘી-તેલના પદાર્થોનો ત્યાગ કરે છે. ધુમ્રપાન કે મદ્યપાન ત્યાગવું પડે એવા સંજોગ ઊભા થાય છે. સાહિત્યમાં ત્યાગ કથાનકમાં મોટા ફેરફાર લાવી શકે છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં કુમુદ અને સરસ્વતીચંદ્ર સંજોગોના શિકાર થઈ એકબીજાના નહીં થઈ શકે એમ લાગતા કુમુદ સંસારનો જ ત્યાગ કરી સાધ્વી બની જાય છે. ગુજરાતી નવલકથાના પ્રાથમિક તબક્કાની નોંધનીય ગણાતી આ કૃતિમાં નાયક–નાયિકાનો મેળાપ આ ત્યાગને કારણે નથી થઈ શકતો. ત્યાગને કારણે પાત્રને ઊંચાઈ મળે છે, કથાનકમાં અણધાર્યો વળાંક આવે છે. આથી, ત્યાગ સાહિત્યકૃતિઓમાં જુદા જુદા સંદર્ભમાં રજૂ થતો રહ્યો છે, રહેશે.