pariprekshya - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પરિપ્રેક્ષ્ય

pariprekshya

સ્નેહલ જોષી સ્નેહલ જોષી
પરિપ્રેક્ષ્ય
સ્નેહલ જોષી

સ્મિત તમારી આંખોનું દત્તકમાં લીધેલું બાળક છે.

હોઠ ઉપરની રેખાઓ વિસ્મયમાં ડૂબેલું બાળક છે.

બાળક છે તમારા શબ્દો આ, ભાષા તો નમેલું બાળક છે.

છે આપનો વ્યવહાર પ્રથમ દૃષ્ટિએ ગમેલું બાળક છે.

ક્રોધ, જે છઠ્ઠો શત્રુ છે, શાસ્ત્રોમાં કહેલું છે એવું;

આવે તમારા ચહેરા પર તો તાવ ભરેલું બાળક છે.

એથી હકીકત સુંદરતાની ખોઈ છે વારંવાર અહીં;

મારી નજરમાં સુંદરતા કાદવમાં પડેલું બાળક છે.

સંપૂર્ણ જગતની શુદ્ધિઓ છે માત્ર તમારી નજરોમાં;

હું તો કહું છું કે નિર્મળતા છાતીએ ચડેલું બાળક છે.

સ્રોત

  • પુસ્તક : સૂર્યનો સંદર્ભ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : સ્નેહલ જોષી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2010