
છે તૉર એનો એવો કોઈની પડી નથી
આ ગામમાં જાણે કે બીજી છોકરી નથી
અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી
પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ
આ કાચની તકતી જ ફક્ત આરસી નથી
પંડિતજી પોથીમાં શું શોધો છો ક્યારના
ત્યાં સ્વર્ગથી અપસરા કોઈ ઊતરી નથી
આ આપણા સમયનો છે યુગબોધ એટલો
બાળક હવે બાળક નથી, પરી પરી નથી
એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ
એ આંખ શું જે આંખમાં તારી છબી નથી
આવીને ઉંબરે વડીલ ખોંખારા ખાવ ના
એ કોઈનીય લાજ હવે કાઢતી નથી
તું મારી સામે જોઈ આમ આંખ ના ઉલાળ
ગુજરાતી ગઝલકાર છું હું શેખજી નથી
હું એનો પડ્યો બોલ તો ઝીલી લઉં તરત
પણ થાય શું કે એ કશું જ બોલતી નથી
પીએચ.ડી.નું પણ જુઓ પાણી ઉતારતી
જે પોતે તો એસ.એસ.સી. સુધી પણ ભણી નથી
એને તે એટલી તો ફટવી દીધી ‘અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી
chhe taur eno ewo koini paDi nathi
a gamman jane ke biji chhokri nathi
adhdhar upaDi koie sapnaman ekwar
bas tyarthi dharti upar pag mukti nathi
pratibimb pan koinun eman howun joie
a kachni takti ja phakt aarsi nathi
panDitji pothiman shun shodho chho kyarna
tyan swargthi apasra koi utri nathi
a aapna samayno chhe yugbodh etlo
balak hwe balak nathi, pari pari nathi
e hoth shun je hoth par na hoy tarun nam
e aankh shun je ankhman tari chhabi nathi
ene te etli to phatwi didhi ‘adam’
ke aa gajhal koine hwe ganthti nathi
chhe taur eno ewo koini paDi nathi
a gamman jane ke biji chhokri nathi
adhdhar upaDi koie sapnaman ekwar
bas tyarthi dharti upar pag mukti nathi
pratibimb pan koinun eman howun joie
a kachni takti ja phakt aarsi nathi
panDitji pothiman shun shodho chho kyarna
tyan swargthi apasra koi utri nathi
a aapna samayno chhe yugbodh etlo
balak hwe balak nathi, pari pari nathi
e hoth shun je hoth par na hoy tarun nam
e aankh shun je ankhman tari chhabi nathi
ene te etli to phatwi didhi ‘adam’
ke aa gajhal koine hwe ganthti nathi



સ્રોત
- પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 196)
- સર્જક : અદમ ટંકારવી
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
- વર્ષ : 2014