
આવશે તો મન મૂકીને આવશે;
પંખીઓ થોડા પૂછીને આવશે?
બારીઓ થોડી ઉઘાડી રાખીએ,
લહેરખી શીળી ઝૂમીને આવશે.
ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે;
જે વિવેકી છે, ઝૂકીને આવશે.
ઈશ્વરી વરદાન હો જે હાથને;
કોઈના અશ્રુ લૂછીને આવશે.
ટીખળી બાળક સમો તડકો ફરે;
એ તિરાડેથી છૂપીને આવશે!
અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી-
-સ્કૂલથી જ્યારે છૂટીને આવશે.
મહેંક માટીની ગમે ત્યાંથીય પણ
સરહદો કપરી કૂદીને આવશે!
awshe to man mukine awshe;
pankhio thoDa puchhine awshe?
bario thoDi ughaDi rakhiye,
laherkhi shili jhumine awshe
khoob uncha barnan rakhya bhale;
je wiweki chhe, jhukine awshe
ishwri wardan ho je hathne;
koina ashru luchhine awshe
tikhli balak samo taDko phare;
e tiraDethi chhupine awshe!
arth gharno hoy chhe ghar, dikri
skulthi jyare chhutine awshe
mahenk matini game tyanthiy pan
sarahdo kapri kudine awshe!
awshe to man mukine awshe;
pankhio thoDa puchhine awshe?
bario thoDi ughaDi rakhiye,
laherkhi shili jhumine awshe
khoob uncha barnan rakhya bhale;
je wiweki chhe, jhukine awshe
ishwri wardan ho je hathne;
koina ashru luchhine awshe
tikhli balak samo taDko phare;
e tiraDethi chhupine awshe!
arth gharno hoy chhe ghar, dikri
skulthi jyare chhutine awshe
mahenk matini game tyanthiy pan
sarahdo kapri kudine awshe!



સ્રોત
- પુસ્તક : એ વાત અલગ છે (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : શૈલેન રાવલ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2016