રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે...બેસો!
tamarun sukh kashe pharwa gayun chhe, awshe beso!
તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે..બેસો!
અચાનક આવી તમને એકદમ ચોંકાવશે...બેસો!
ઘણી ચીજો સતત ઊભા થવા લલચાવશે...બેસો!
ફરી ઊભા થશો તો બેસવું નહિ ફાવશે...બેસો!
તમે લાંબો સમય જો અવગણો એને તો નહિ ચાલે,
પછી પોતાની ખુરશી પણ ઘણું હંફાવશે...બેસો!
મને અહીંથી જવા દો..ક્યાં જવું છે? તો કહે, મરવા...
તમે બેઠા છો જ્યાં..ત્યાં પણ મરણ તો આવશે...બેસો!
તમે બેઠા હશો પણ જીવ તો ઊભો હશે નક્કી,
ભલે લોકો નિરાંતે બેસવા સમજાવશે...‘બેસો!’
ઘણાની હોય છે બેઠક, તમે પણ એવું ઇચ્છો છો?
‘તમારું બેસવું’ એ શક્યતા જન્માવશે બેસો!
નથી આ બેસણું...તો હોઠ પર મુસ્કાન પણ રાખો,
તમારું સ્મિત આ માહોલને મહેકાવશે...બેસો!
tamarun sukh kashe pharwa gayun chhe, awshe beso!
achanak aawi tamne ekdam chonkawshe beso!
ghani chijo satat ubha thawa lalchawshe beso!
phari ubha thasho to besawun nahi phawshe beso!
tame lambo samay jo awagno ene to nahi chale,
pachhi potani khurshi pan ghanun hamphawshe beso!
mane ahinthi jawa do kyan jawun chhe? to kahe, marwa
tame betha chho jyan tyan pan maran to awshe beso!
tame betha hasho pan jeew to ubho hashe nakki,
bhale loko nirante besawa samjawshe ‘beso!’
ghanani hoy chhe bethak, tame pan ewun ichchho chho?
‘tamarun beswun’ e shakyata janmawshe beso!
nathi aa besanun to hoth par muskan pan rakho,
tamarun smit aa maholne mahekawshe beso!

સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.