રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજગતનાં અંત–આદિ બેઉ શોધે છે શરણ મારું!
હવે શું જોઈએ મારે?
જીવન મારું! મરણ મારું!
અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું!
અગર ના ડૂબતે ગ્લાનિમહીં મજબૂર માનવતા!
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું!
અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો!
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું!
કહી દો સાફ ઈશ્વરને કે છંછેડે નહીં મુજને!
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું.
કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ,
નથી એ રામ કોઈમાં, કરી જાએ હરણ મારું!
રડું છું કેમ ફૂલો પર?
હસું છું કેમ ઝાકળ પર?
ચમન–ઘેલા નહીં સમજે કદાપી આચરણ મારું.
હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાના પરિણામે,
ખસેડી તો જુઓ દૃષ્ટિ ઉપરથી આવરણ મારું!
jagatnan ant–adi beu shodhe chhe sharan marun!
hwe shun joie mare?
jiwan marun! maran marun!
adhura swapn pethe kan thayun pragtikran marun?
hashe ko ardh biDi ankhDi kaje smran marun!
agar na Dubte glanimhin majbur manawta!
kawi rupe kadi na that jagman awatran marun!
anuthi alp manine bhale aaje wagowi lo!
nahin sankhi shake brahmanD kale wistran marun!
kahi do saph ishwarne ke chhanchheDe nahin mujne!
nahin rakhe banawatno bharam spashtikran marun
kaho dharmine sambhlawe nahin mayani ramayan,
nathi e ram koiman, kari jaye haran marun!
raDun chhun kem phulo par?
hasun chhun kem jhakal par?
chaman–ghela nahin samje kadapi achran marun
hun name shunya chhun ne shunya rahewana pariname,
khaseDi to juo drishti uparthi awran marun!

સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : રાજેન્દ્ર શાહ
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1982