koni sathe khelawun - Ghazals | RekhtaGujarati

કોની સાથે ખેલવું

koni sathe khelawun

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
કોની સાથે ખેલવું
દીપક બારડોલીકર

કોની સાથે ખેલવું, કોઈ નથી

શું વકટ ને શું જકુ, મોઈ નથી

તરફડે છે ધૂળમાં પારેવડં

જખ્મી છે, હિમ્મત મગર ખોઈ નથી

કોણ માછણનો પૂછો ભાવ પણ

સૂંડલીમાં જેની બે બોઈ નથી

તો પછી જોતે નહીં દૂજી કિતાબ

તેં હજી મુજ ડાયરી જી નથી

લૈને કાપડ ક્યાં અમે આવી ગયા

ભાડભૂંજા છે, અહીં સોઈ નથી

કોના માટે જઈએ ‘દીપક’ દેશમાં

વાટ જોનારુંય ત્યાં કોઈ નથી

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007