તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને;
અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને.
પરોઢે સૂર્યના હોવા સમય બોલાવ તું કાયમ,
પછી કઈ રીતથી આવી શકું ઝાકળ પહેરીને.
સમયને પ્હેરવો સ્હેલો નથી, પણ આદતોનું શું?
અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને.
વહેવું એટલે શું અર્થ સમજાયો હવે થોડો,
યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને.
ખબર પણ ના પડે એ રીતથી ધીમે રહીને હું
પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ પહેરીને.
tane jewun game ewun jara wadal paherine;
ame jo awashun to pan kalam kagal paherine
paroDhe suryna howa samay bolaw tun kayam,
pachhi kai ritthi aawi shakun jhakal paherine
samayne pherwo shelo nathi, pan adtonun shun?
ame jo jiwashun to jiwashun sau pal paherine
wahewun etle shun arth samjayo hwe thoDo,
yugothi tun ja maraman wahe chhe jal paherine
khabar pan na paDe e ritthi dhime rahine hun
praweshi jaun tari ankhman kajal paherine

સ્રોત
- પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : અનિલ ચાવડા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2012