kyanthi lawiye? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાંથી લાવીએ?

kyanthi lawiye?

સંજુ વાળા સંજુ વાળા
ક્યાંથી લાવીએ?
સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ?

ગપછપની વચ્ચે ગૂઢતા કે જ્ઞાન ક્યાંથી લાવીએ?

ભીતરથી આરંભાઈ ને પહોંચાડે પાછાં ભીતરે

અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?

પોતે આવીએ, 'ને પોતે આવકારીએ વળી -

હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું

ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ?

ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,

મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી

સમતા આભૂષણ બને કાન ક્યાંથી લાવીએ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં

કિન્તુ નમણા નામનું સંધાન ક્યાંથી લાવીએ?

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા – સંજુ વાળા (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020