રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું!
મને ત્યારે જ મારા પ્યાર પર આવી ગયું હસવું!
કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ
ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું!
નજરના ભેદ છે કેવા! હસે છે કોણ કોના પર?
મને મારા ઉપર હસનાર પર આવી ગયું હસવું!
મળે એકાંત તો બોલું, મિલનમાં જીભ ના ખોલું;
મને મારા હૃદયના ભાર પર આવી ગયું હસવું!
મને ત્યારે ન જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ!
જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું!
મને સાથે લીધો, મંજિલ મળી ત્યારે મૂકી દીધો;
તમારા રમ્ય આ આભાર પર આવી ગયું હસવું!
જવાની છે : અચલતા છે, અડગતા છે, અટલતા છે!
ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું!
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું!
ઊઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું!
જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે, બોલો!
મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું!
ભલે ઠંડો રહ્યો છું, ગર્વ તો તારો થયો ખંડિત!
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું!
nayannan ansuoni dhaar – aawi gayun haswun!
mane tyare ja mara pyar par aawi gayun haswun!
kinare awine jyare achanak naw Dubi gai
uchhala marta majhdhar par aawi gayun haswun!
najarna bhed chhe kewa! hase chhe kon kona par?
mane mara upar hasnar par aawi gayun haswun!
male ekant to bolun, milanman jeebh na kholun;
mane mara hridayna bhaar par aawi gayun haswun!
mane tyare na jane ansuo par lagni thai gai!
jagatne jyan kadi raDnar par aawi gayun haswun!
mane sathe lidho, manjil mali tyare muki didho;
tamara ramya aa abhar par aawi gayun haswun!
jawani chhe ha achalta chhe, aDagta chhe, atalta chhe!
charanman kantko dharnar par aawi gayun haswun!
sanatan hoy ene koi pan mari nathi shaktun!
utheli julmni talwar par aawi gayun haswun!
jawani roop same ketalun jhujhi shake, bolo!
mane jiti gayeli haar par aawi gayun haswun!
bhale thanDo rahyo chhun, garw to taro thayo khanDit!
mane khali gayela war par aawi gayun haswun!

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 234)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4