wenu wagi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અજબ કો વેણુ વાગી, વેણુ વાગી;

હું તો આછી નીંદરમાંથી જાગી, સખિ!

મ્હારા મનની મહેમાની માગી:

અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

હિરદોરની હિન્ડાળદોરી ડોલી, સખિ!

લોકલોકના કલ્લોલબોલ બોલી,

અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

ઘેરે ટહુકે અંજાયાં નેત્ર નમણાં, સખિ!

સર્યાં સહિયર! સલૂણાં મ્હારાં શમણાં;

અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

ધીમી ધીમી અમીની છલક આવી, સખિ!

મીઠી હલકે મ્હને એકલી હસાવી:

અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002