રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબોલી પર ગીત
બોલી એ કોઈ પણ પ્રદેશની
ભાષાનું શુદ્ધ અથવા અશુદ્ધ રૂપ છે. બોલીનું કોઈ લિખિત સ્વરૂપ એટલે કે લિપિ હોતી નથી. બોલીઓ મોટે ભાગે પ્રદેશ આધારિત અથવા ચોક્કસ જાતિ આધારિત સમુદાયના લોકો પરંપરાગત રીતે બોલતા હોય છે. સામાન્ય રીતે બોલી એ કોઈ એક મુખ્ય ભાષા ને બોલવાની અલગ અલગ પદ્ધતિઓ જ છે. બોલીના ત્રણ પ્રકાર પાડી શકાય - વ્યવસાય અનુસારની બોલી, જ્ઞાતિ અનુસારની બોલી અને પ્રદેશ અનુસારની બોલી. કૃતિમાં વાસ્તવનો સ્પર્શ આપવા ઘણીવાર લેખક પાત્રોની ભાષા બોલી પ્રમાણે રાખે છે. જેમકે, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, જૉસેફ મેકવાન ઇત્યાદિ.