રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનીંદર પર ગીત
ઊંઘ. શરીરને આરામ મળે
એ માટેની એક શારીરિક વ્યવસ્થા. માણસનું શરીર આઠ કે દસ કલાક જાગૃત અવસ્થામાં રહે, સક્રિય રહે પછી થાકી જાય. ત્યારે નીંદર થકી શરીર આરામ મેળવી શકે. નીંદર એ સ્થિતિ છે જેમાં માણસ આંખો મીંચી ઘેનમાં ચાલ્યો જાય છે. સાહિત્યમાં નીંદરનો સંદર્ભ જાગવા બાબત અને સપનાઓ બાબત આવતો હોય છે. સપના જોવા માટે માણસ નીંદર લે એ જરૂરી છે. ‘જાગવું’ અને ‘સપના જોવું’ આ બંને માટે નીંદર આવશ્યક અને આ બંને અભિધા કરતાં લક્ષણા અને વ્યંજનામાં વધુ વપરાય છે. નરસિંહ મહેતાનું ભજન ‘જાગીને જોઉં તો…’ વાંચતાં સમજાય છે કે કવિએ કેવળ ઊંઘમાંથી જાગવાની વાત નથી કરી બલકે સૃષ્ટિની માયાને સમજી એમાંથી ‘જાગીને’ જોવાની વાત કહી છે. આમ આપણા આદિકવિથી માંડીને હાલના સમય સુધી જાગવું અને સપનાઓ બાબત સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં રજૂઆત થતી રહી છે.