chhelachhbilo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મઘમઘ મોગરો મ્હેકી રિચો રે, મારા મોંઘા ફુલણજી,

ગળામાં ગલબો લ્હેકી રિચો રે, મારા મોંઘા ફુલણજી,

ફેંટાનો ફૂલકો ઝૂલી રિચો રે, મારા મોંઘા ફુલણજી,

કેવો ફુલણજી ફૂલી રિચો રે, મારા મોંઘા ફુલણજી,

કીકીમાં કાજળ આંજી રે, મારા મોંઘા ફુલણજી,

કામણ દેખીને હું તો લાજી રે, મારા મોંઘા ફુલણજી,

પાંપણ પનોતી નાચી રે, મારા મોંઘા ફુલણજી,

પોથી અનોખી એમાં વાંચી જી રે, મારા મોંઘા ફુલણજી.

સ્રોત

  • પુસ્તક : ચઢો રે શિખર રાજા રામનાં (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચિનુ મોદી
  • પ્રકાશક : રૂપાલી પ્રકાશન
  • વર્ષ : 1975