રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકાજળ પર ગીત
‘કાજલ’ કે ‘આંજણ’ તરીકે
પણ ઓળખાતો એક શ્યામ પદાર્થ. પુરાતનકાળથી આંખો માટેના સૌંદર્યપ્રસાધન તરીકે વપરાય છે. કાજળને ‘મેશ’ અથવા ‘અંજન’ પણ કહેવામાં આવે છે. કાજળ ધુમાડાની કાળાશ અને તેલ તથા કેટલાક અન્ય દ્રવ્યને મેળવીને બનાવવામાં આવે છે. કાજળનો પારંપારિક હિંદુ શણગારમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકોને ગાલ પર કાજળનો ટીકો કરવામાં આવે છે જે તેનું ખરાબ નજરથી રક્ષણ કરે છે એવી માન્યતા છે. કાવ્યની નાયિકાઓની આંખોના વર્ણનમાં તે કાજળ ઘેરી હોવાના ઉલ્લેખ થતાં હોય છે. કાજળનો રંગ કાળો હોવાથી કાળાશના ઉલ્લેખમાં ઘણા ઠેકાણે કાજળનો વિશેષણ તરીકે ઉપયોગ થાય છે.