રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાતકના છોકરે કુ ભેગે કરે ને ફિર હાંકે વો ટાઢે પોર કી
ગપોડી અસલમ ન્યા વારતાઉં માંડે સાવ ખોટીની મનગમતે તોર કી...
અસલમ કી વારતા મેં આવતે થે જાદુગર દરિયે કુ ચપટી મેં બાંધે,
અસલમ ભી ગપ્પે કા જાદુગર ઐસા થા કોઈ ના કાઢ સકે વાંધે;
અસલમ કી કહેણી મેં ખુશ્બૂ હી ખુશ્બૂ પર વાતું હોય કાંટાળે થોર કી...
લેકણ એ અસલમ કી એક વાત સાચી થી સિક્કા મેં મોતી નઈ થાતે
વીજળી ચમકને કી વાટ નહીં દેખણે કી સિક્કા મેં ચલતી થી બાતેં;
અસલમ ગપોડી કે મોતી છલકાતે, ગપ મારે જબ મામુ કે જોર કી...
અસલમ કે ગપ્પે કુ સાંભળતે સાંભળતે છોકરેય બનતે થે મામુ,
અસલમ કુ સંભાળ કે ડૂબકી લગાતે થે દોડતે થે દરિયા કી સામું;
અસલમ કે ગપ્પે મેં મીઠપ તો મીઠપ ને, જૈસી હો શબરી કે બોર કી...
ratakna chhokre ku bhege kare ne phir hanke wo taDhe por ki
gapoDi aslam nya wartaun manDe saw khotini managamte tor ki
aslam ki warta mein aawte the jadugar dariye ku chapti mein bandhe,
aslam bhi gappe ka jadugar aisa tha koi na kaDh sake wandhe;
aslam ki kaheni mein khushbu hi khushbu par watun hoy kantale thor ki
lekan e aslam ki ek wat sachi thi sikka mein moti nai thate
wijli chamakne ki wat nahin dekhne ki sikka mein chalti thi baten;
aslam gapoDi ke moti chhalkate, gap mare jab mamu ke jor ki
aslam ke gappe ku sambhalte sambhalte chhokrey bante the mamu,
aslam ku sambhal ke Dubki lagate the doDte the dariya ki samun;
aslam ke gappe mein mithap to mithap ne, jaisi ho shabri ke bor ki

સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ-ડિસેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 57)
- સર્જક : વિરલ શુક્લ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી