રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબાળપણ પર ગીત
બાળક તરીકેનો સમયગાળો.
દસ વરસ પછી બાળક કિશોર અવસ્થામાં પ્રવેશે. જન્મથી માંડીને દસ વરસના ગાળાને બાળપણ કહે છે. બાળપણમાં દેખાતી અને સંભળાતી વિગત બાળક માટે અનૌપચારિક શિક્ષણનું કામ કરે છે. રમત અને નિરીક્ષણને કારણે બાળક ગુરુત્વાકર્ષણ કે અંતર અને વજનને લગતા ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો કોઈ પણ સભાનતા વગર શીખી જાય છે. એ જ પ્રમાણે પરિવાર અને પાડોશીઓના વ્યવહાર પરથી અન્ય સાથે કેવી રીતે વર્તવું એ શીખે છે. બાળપણ માણસના ઘડતર માટે અત્યંત મહત્ત્વનો તબક્કો છે, માટે કળા અને સાહિત્યમાં પણ એ વિષે ખૂબ કામ થયું છે. જોઈએ કેટલાંક ઉદાહરણ : સાચવ્યું છે ડાળ જેવું બાળપણ જેમ વાળો એમ લ્યો, વળીએ છીએ (છીએ / મનોહર ત્રિવેદી) ** મોજાં કુદાવતો દરિયાઈ પવન મને ઓળખી શકતો નથી. કાગળની રંગીન હોડીમાં સાત સાત સાગર પાર કરવાની તમન્ના બાળપણ કાંધે ઉપાડીને ચાલ્યું ગયું... (તમારી વચ્ચે / અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) ** “...છેલ્લાં દસેક વ૨સથી આકાશવાણીમાં સેંકડો લોકોનું રેકોર્ડિંગ કર્યું છે પણ તે દિવસે જે મજા આવી છે તે મજા ક્યારેય આવી નથી. સાર્થકતા, તૃપ્તિ અને પ્રાપ્તિની લાગણીથી અમે બંને ભર્યા ભર્યા હતા. ઓછી જરૂરિયાત, ઓછાં બંધન, ઓછી આંટીઘૂંટીવાળા અને સહજ સ્ફુર્ત આનંદના આવિર્ભાવથી ભર્યા ભર્યા તે માણસમાં મને આપણી માનવજાતિનું દૂર વીસરાઈ ગયેલું ભોળું બાળપણ દેખાયેલું. હજીય ઘણી વાર આંખો બંધ કરું છું ને મોડી સાંજના પ્રકાશમાં પરસાળમાં મહુરી પાવો લઈ નાચતી છાયાચિત્ર જેવી તેની છાયા દેખાય છે...” (જ્યાં મહુરી પાવો દુઃખને ધોઈ નાખે છે (પ્રવાસ વર્ણન) / યજ્ઞેશ દવે)