વાદળ અને મેદાન
Vadal Ane Medan
મીનાકુમારી
Meena Kumari
મીનાકુમારી
Meena Kumari
તમે લોકો તો વાદળ જેવા છો
હવાઓની સાથે આવ્યાં
થોડીક વાર આકાશ પર છવાઈ રહ્યાં
વરસ્યાં
અને ક્યાંક દૂર દૂર નીકળી ગયાં
અમે મેદાનો જેવા છીએ
પોતાની જગ્યા ઉપર સ્થિર
અને અમને ખબર છે કે
જનારા ફરી પાછા આવતા નથી.
અનુ. (ભરત વિંઝુડા 'કંવલ કુંડલાકર')
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
