ઊંચાઈથી પડ્યા પછી પણ
uunchaaiithii padyaa pachhii pan
અવિનાશ પારેખ
Avinash Parekh

ઊંચાઈથી
પડ્યા પછી પણ
કરોળિયાની કરોડરજ્જુ
તૂટી જતી નથી.
વણે છે ફરીવાર
જાળ...
હવાની લહેરખીમાં
વહેતા પીછાં
જમીન સ્પર્શે
ત્યારે
કાચની જેમ
કચ્ચર કચ્ચર રણકાર કરતા નથી.
પડછાયા
પહાડથી ખીણમાં
પડતું મૂકે
છતાં
પડઘા પડતા નથી.
વેણ વગરના ડુમા સાથે
તરડાઈ જતી ચીસ
ક્યાં
સંભળાય છે.
હરકોઈની
ખાનગી વાતને
પોતાનામાં
સમાવી રાખે છે.
ખરેખર,
અવાજ
સૌનો
અંગત મિત્ર હોય છે.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ