દર વખતે
સંયોગ પછી
તને તરત ઊંઘ આવી જાય છે -ને હું
મારા કદીય
ન જન્મવાના બાળકના
ખ્યાલો સાથે
પાસા ઘસતી
દુ:સ્વપ્નોની વચ્ચે જીવું છું.એનું નામ
હું “વૈભવ” રાખીશ.ભિખારીની, ટિનની
ગોબાઈ ગયેલી
ખાલી વાડકી જેવી,આપણી જિંદગીનો
એ ‘વૈભવ’ જ હશે! અરે, જો! જો! ક્યાંક નગારાં વાગે છે…કોઈ લાંબા લાંબા નખથી
મારા સ્નાયુઓ ખોતરી “વૈભવ” ને લઈ જાય છે…
મારી માંડ મળેલી
આંખ ખૂલી
ને જોયું તો
પથારી પાસેથી
સિસકારા બોલાવી
ચોર-પગલે
પવન
બારીની તડ વાટે
બહાર નીકળી ગયો…તારા નસકોરા
પણ શમી ગયાં…-ને હું
પાટા પરથી
ઊથલી પડેલી ટ્રેનની જેમ
ઊંડે ઊંડે ખીણમાં…
dar wakhte
sanyog pachhi
tane tarat ungh aawi jay chhe ne hun
mara kadiy
na janmwana balakna
khyalo sathe
pasa ghasti
duhaswapnoni wachche jiwun chhun enun nam
hun “waibhaw” rakhish bhikharini, tinni
gobai gayeli
khali waDki jewi,apni jindgino
e ‘waibhaw’ ja hashe! are, jo! jo! kyank nagaran wage chhe…koi lamba lamba nakhthi
mara snayuo khotri “waibhaw” ne lai jay chhe…
mari manD maleli
ankh khuli
ne joyun to
pathari pasethi
siskara bolawi
chor pagle
pawan
barini taD wate
bahar nikli gayo…tara naskora
pan shami gayan… ne hun
pata parthi
uthli paDeli trenni jem
unDe unDe khinman…
dar wakhte
sanyog pachhi
tane tarat ungh aawi jay chhe ne hun
mara kadiy
na janmwana balakna
khyalo sathe
pasa ghasti
duhaswapnoni wachche jiwun chhun enun nam
hun “waibhaw” rakhish bhikharini, tinni
gobai gayeli
khali waDki jewi,apni jindgino
e ‘waibhaw’ ja hashe! are, jo! jo! kyank nagaran wage chhe…koi lamba lamba nakhthi
mara snayuo khotri “waibhaw” ne lai jay chhe…
mari manD maleli
ankh khuli
ne joyun to
pathari pasethi
siskara bolawi
chor pagle
pawan
barini taD wate
bahar nikli gayo…tara naskora
pan shami gayan… ne hun
pata parthi
uthli paDeli trenni jem
unDe unDe khinman…
સ્રોત
- પુસ્તક : વિદેશિની (પૃષ્ઠ ક્રમાંક 91)
- સર્જક : પન્ના નાયક
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000